આપણું નડિયાદ

નડિયાદ જિલ્લાની નવાજૂની

Daily Archives: મે 4, 2011

લંડનમાં “ટેસ્ટ ઓફ ઈન્ડિયા” કાર્યક્ર્મ દ્વારા ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરતું ગુજરાતી યુવાધન.


ગુજરાતી યુવાનો ધ્વારા ભારતીય રમત-ગમત,વાનગી,લગ્ન સમારોહ તેમજ પહેરવેશથી વિદેશના નાગરિકોને અવગત કરતો અનન્ય પ્રયાસ.

તમે લંડનમાં કોઈ બ્રિટીશ નાગરિકને ત્યાં જાવ અને તે ઘરમાં કેરમ રમતો હોય તો..? જો લંડનના કોઈ નાગરિકના લગ્ન સમારોહમાં તમે જાવ અને ભારતીય રીત રીવાજ મુજબ ફુલોથી સજાવેલ ચોરીમાં લગ્ન થતું હોય તો..? જો કોઈ બ્રિટીશ નાગરિક તમોને ભોજન માટે આમંત્રિત કરે અને જમવામાં અથાણું અને દાળ,ભાત શાક અને રોટલી હોય તો..? શું તમે અચરજમાં ન મુકાઈ જાવ બ્રિટીશ નાગરિક પાસે તમને ભારતિય સંગીતની સી.ડી હોય તો..? જો તમે આવું કાંઈ જોવો તો હવે અચરજમાં ન મુકાશો કારણ કે ગુજરાતના કેટલાક યુવાનો ભારતીય સંસ્કૃતિ, રમત-ગમત સહિત અન્ય રીત રીવાજોના પ્રચાર અર્થે કાર્યરત થયા છે. તેઓ ભારતીય સંસ્કૃતિને લંડનમાં ધબકતી કરવાનો અનન્ય પ્રયાસ કરી રહ્યા છે.

વધુમાં તાજેતરમાં લંડનના રોયલ ફેસ્ટીવલ હોલ, સાઊથ બેન્ક ખાતે “ટેસ્ટ ઓફ ઈન્ડિયા” કાર્યક્રમ નીલ સેન, પ્રણવ મશેર, અને રીકીન ત્રિવેદીના સહયોજકથી કરવામાં આવ્યો હતો.
ચાર દિવસ માટે યોજાયેલ આ પ્રોગ્રામમાં લગભગ ૧૫,૦૦૦ લોકોએ ભાગ લીધો હતો અને

ભારતીય રીત-રીવાજ સહિત, ભારતીય વાનગી અને વિવિધ રમતો અંગે જાણકારી મેળવી હતી. અને ભારતીય પરંપરાના ભારોભાર વખાણ કર્યા હતા. ભારતીય રમત અંતર્ગત કેરમ બોર્ડથી બ્રીટીશ નાગરિકોને અવગત કર્યા હતા કેટલાક બ્રીટીશ નાગરીકોએ કેરમ રમી સંતોષ પણ વ્યક્ત કર્યો હતો.વધુમાં મોટાભાગના બ્રિટીશ નાગરીકોએ ગણેશજીની મૂર્તિના આશિર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી અને તેઓનું હિન્દુ ધર્મમાં કેટલું મહત્વ છે તેની પણ કાર્યક્રમના આયોજકોએ બ્રિટીશ નાગરીકોને સમજ આપી હતી. આ ઉપરાંત ભારતીય પરંપરા મુજબ યોજાતા લગ્ન સમારોહ અંગે પણ બ્રિટીશ નાગરીકો ખાસ્સા પ્રભાવિત થયા હતા અને ખાસ કરીને મહિલાઓ ધ્વારા મુકવામાં આવતી મહેંદી તેઓ માટે ખાસ્સુ આકર્ષનનું કેન્દ્ર બની હતી.

વધુમાં ભારતમાં થતા આયુર્વેદ ઉપચાર અંગે પણ આ સેમિનારમાં વિશેષજ્ઞો ધ્વારા માહિતી આપવામાં આવી હતી તે જાણી બ્રિટીશ નાગરીકો અચરજમાં મુકાઈ ગયા હતા. તુલસીના

ભારતીય પરંપરાથી લગ્ન અંગે બ્રિટીશ નાગરીકોને પ્રભાવિત છોડનું ધાર્મિક મહત્વથી માંડી આયુર્વેદમાં તુલસીના પાનાનું મહત્વ તેમજ દાદીમાંનું ઓષડ કેટલું અસર કારક સાબિત થાય છે તે અંગે પણ માહિતી આ સેમિનારમાં વિદેશી નાગરીકોને આપવામાં આવી હતી.

વધુમાં આ સમગ્ર કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્યો જેવા કે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને સાઊથ ઈન્ડિયા જેવા રાજ્યોની ઝલકો મુકવામાં આવી હતી અને આ રાજ્યોની સંસ્કૃતિ તેમજ ગીત-સંગીતથી લોકોને અવગત કરવામાં આવ્યા હતા. ગુજરાતી ગરબા અને પંજાબી ભાંગડાથી બ્રિટીશ નાગરિકો ખાસ્સા પ્રભાવિત થયા હતા.

આ કાર્યક્ર્મ દર વર્ષે ઈસ્ટર દરમ્યાન કરવામાં આવે છે અને ભારતીય સંસ્કૃતિને જાણવા અને માણવા લંડનના ભારતીય નાગરીકો સાથે નોંધનીય સંખ્યામાં બ્રિટીશ નાગરીકો પણ આવે છે. તાજેતરમાં યોજાયેલ “ટેસ્ટ ઓફ ઈન્ડિયા” કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવિન રાવલ (અમદાવાદ), જીનેશ કોઠારી (રાજકોટ), ચેતન પાનસરા (અમદાવાદ), દિપેન શાહ (,લંડન) અને નૌશિવ સોની(અમદાવાદ)એ ભારે જહેમત ઉઠાવી હતી.

via – http://aapnuumreth.wordpress.com/

Advertisements
%d bloggers like this: