આપણું નડિયાદ

નડિયાદ જિલ્લાની નવાજૂની

Daily Archives: મે 21, 2011

સરકાર પસંદ કરવાની આઝાદી – ગવર્મેન્ટ પોર્ટીબિલીટી


મોબાઈલ કંપણીની સેવાથી આપણે અસંતોષ હોય ત્યારે આપણે મોબાઈલ નંબર બદલ્યા વગર અન્ય મોબાઈલ કંપણીની સાથે જોડાઈ શકવાની આઝાદી આપણે મળી છે તેવી જ રીતે સરકારી યોજના બદલાય નહી પરંતું સરકારની કામગીરી થી અસંતોષ લાગે તો આપણે સરકાર પણ બદલી શકીયે તેવી યોજના અમલમાં આવે તો કેટલું સારું..!

વિચાર શેખચલ્લી જેવો છે, પણ અમલમાં આવે તો આપણા નેતા સીધા દોર થઈ જાય, અને ભારતમાં બધી ડીક્શનેરી માંથી ભ્રષ્ટાચાર શબ્દ દૂર થઈ જાય તેમા પણ નવાઈ નહી. જરા વિચારો પેટ્રોલના ભાવ વધેશે તેની જાહેરાત થતાની સાથે તરત બધા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલના ભાવ વધતા પહેલા ટેન્ક ફુલ કરાવવા જતા પહેલા પોલીંગ બુથ ઉપર જઈ ઈ.વી.એમ મશીનમાં બટન દબાવી સરકાર જ ઘરભેગી કરી દે તો..?
કોઈ નેતા ભ્રષ્ટાચાર આચરતા જણાય એટલે તરત જનતા જનાર્દન ફટાફટ ઈ.વી.એમ મશીનમાં બટન દબાવી તે નેતાને ઘર ભેગો કરી ભાખરી ને અચાર ને લાયક પણ ન રહે તેવી તેની દશા કરી દે.. ના આંદોલનની જરૂર કે ના કોઈ રેલી કે સભા કરવાની જરૂર..બિચારા અન્ના હજારેને આટલી ઉંમરે ભૂખ હળતાલ કરી દેશમાં બધે ભટકવાની પણ જરૂર ન પડે.

બસ આ યોજના અમલમાં લાવવા માટે કોઈ “મર્દ” સરકાર આવે તો મજ્જા પડી જાય. દરેક ગામમાં ઈ.વી.એમ મશીન ગોઠવેલા હોય જનતાને લાગે ત્યારે ઈ.વી.એમ મશીનમાં જઈ બટન દબાવી દે બસ સરકારનો ખેલ ખતમ, આ ઈ.વી.એમ માં થતા ફેરફાર દર મહિને ચકાસવાની પણ ગોઠવણ કરવામાં આવે જેમ મહિને મહિને પગાર માટે કર્મચારીઓ ઉચા નીચા થાય તેમ મહિને મહિને નેતા પણ પોતાની કાર્યક્ષમતાનો ગ્રાફ જોવા ઉંચા નીચા થાય.

..ખરેખર આ શેખ ચલ્લી જેવો વિચાર સાચો પડી જાય તો..કેટલી બધી મજ્જા આવે..?

Advertisements
%d bloggers like this: