આપણું નડિયાદ

નડિયાદ જિલ્લાની નવાજૂની

Category Archives: mahemdavad

વણસોલીમાં પરવાનગી વગર વૃક્ષોનું નિકંદન થતું હોવાની રાવ


મહેમદાવાદ તાલુકાના વણસોલી ગામે ઇન્દિરા નગરી વિસ્તાર પાસે કે જ્યાંથી રૃદણ મહુધા રોડ પરથી પસાર થાય છે તે રોડની બાજુમાં આવેલા વૃક્ષોનં સ્થાનિક ગ્રામપંચાયત દ્વારા આડેધડ નિકંદન કરાયું છે. ઇન્દિરા નગરીમાં વસતા પ્રજાજનોએ સરપંચની આ કામગીરી સામે વિરોધ વ્યક્ત કર્યો છે અને ખેડા જિલ્લા વિકાસ અધિકારીને લેખીતમાં રજુઆત કરી છે.

    • ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ કરવામાં આવેલી રજૂઆત

અરજદારો વતી પુનમભાઇ રણછોડભાઇ વણકર, રમેશભાઇ મોરારભાઇ તથા મફતભાઇ ડાહ્યાભાઇના આવાસોની સામેના રોડની હદમાં આવેલા વૃક્ષો તથા ગ્રામપંચાયતની માલીકીના વૃક્ષો જેમા પીપળનંગ-૨, બાવળ નંગ-૨, ઉંદી નંગ-૨, લીમડા નંગ-૨ આમ કુલ ૮ વૃક્ષોનું બીનપરવાનગીએ નીકંદન કાઢી પંચાયતના વહિવટ કર્તાઓએ વેચી દેવાનો પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ અરજદારોએ કર્યો છે. કોઇ અગમ્ય કારણોસર અથવા તો આ વિસ્તારના રહીશો માટે ચૂંટણીલક્ષી વયમનસ્ય રાખી ગ્રામપંચાયત દ્વારા તેના વહિવટ કર્તાઓએ પોતાનો રોષ વૃક્ષો પર ઉતારી બદલો લઇ રહ્યા હોય તેવુ પણ રજુઆતમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે રજુઆતના પગલે તાલુકામાંથી હજુ સુધી માત્ર નાયબ ટીડીઓ આવ્યા હતા. પરંતુ તેમણે પણ સ્થળ ચકાસણી કરી ન હોવાનું પણ લોકો જણાવી રહ્યાં છે.

Advertisements
%d bloggers like this: